________________
૧૯ નેમછનું સ્તવન.
- હાથી પહેલી ગુરૂ મહારા શહેરમાં પધારીયારેએ રાગ. સરસતી ચરણ નમી કરી, શ્રી શંખેસર રાયારે; વાલા મારાને જિર્ણને ગાઈશુંરે, અરિહંત ગુણસંભારતા, ભવોભવ પાતિક જાય, વાલે એ તો બાવીસમો જિનરાય,
વાલ૦ ૧ મિત્ર વચને પ્રભુ આવીયારે, આયુધ શાલા માંહરે, વાલલીલાએ શંખ વજાડીયેરે, નેમિસર ઉછાહરે, વાલ૨ શંખ શબ્દને સાંભળીર, ચિતે દામોદર ધીર વાલે કુણ મુજ વયરી ઉપરે, થો હરિ દીલગીરરે. વાલ૦ ૩ આયુધ શાલાએ આવીયારે, દીઠે નેમિકુમાર; વાલો બળની પરીક્ષા તેણે કરીરે, હરિદુઃખભરી અપારરે. વાલો૦૪ અંબરે સુર બેલ્યા હરિરે, ન કરે ફિકર લગાર; વાલે અણુપરણ્યા નેમિ થશે, શિવ સુંદરી ભરતારરે. વાલે. ૫ એમ સુરવાણી સાંભળીરે, હરખે મોરારી ત્યારે વાલ૦ તો પણ સંશય ટાળવારે, આવે અંતે ઉરમાંહે રે. વાલો૦ ૬ વિવાહ મનાવો ને મનોરે, કહે ગેપીને શ્યામરે, વાલે રૂષભવિજય કહે આગેલેરે, રચના રસ અભિરામરે. વાલો૦ ૭
હાળ બીછ.
રાયણને સહકાર વાલાએ રાગ, સોળે શણગાર સજીરે સાહેલી, ગોપી બત્રીસ હજાર વાલા; નેમી જિનેસર સાથે લેઈ, આ સરોવર તીર વાલા. સોલે-૧