________________
૧૮૧
તાલ શિર નાભિ દે રે, ભમુહ મધ્યે ધ્યાન પાઠ રે, ભ૦ ૩ આલંબન સ્થાનક કહ્યાં છે, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષયપણે રે, ચિતમાં એક આધારરે. ભ૦ ૪. અષ્ટ કમલ દલ કર્ણિકા રે, નવપદ થાપ ભાવ; બહિર યંત્ર રચી કરી રે, ધારે અનંત અનુભાવ રે. ભ૦ ૫ આસો સુદિ સાતમ થકીરે, બીજી અ૬ઈ મંડાણ * બસેં સેંતાલીસ ગુણે કરી રે, અસિઆઉસાદિક ધ્યાન. ભ૦ ૬. ઉત્તરાધ્યયન ટીકા કહે છે, એ દોય શાશ્વતી યાત્ર, કરતાદેવ મંદીરે રે, નર જિમ ઠામ સુપાત્ર રે.
ભ લે વાળી બીજી. ભવિકા સિદ્ધચક પદ વંદો-એ દેશી. અસાઢ ચોમાસાની અઠ્ઠાઈ, જિહાં અભિગ્રહ અધિકાર કૃષ્ણ કુમારપાલ પરે પાલો, જીવદયા ચિત્ત લાઈ રે, પ્રાણી અઠ્ઠાઈ મહોચ્છવ કરી,સચિત્ત આરંભ પરિહરીયેરે. પ્રા૦૧ દિશિગમન તો વર્ષા સમયે, ભક્ષ્યાભઢ્ય વિવેક અછતી વસ્તુ પણવિરતિ બહુ ફલવંકચૂલ વિવેકરે. પ્રા. ૨ જે જે દેહે ગ્રહીને મૂક્યાં, દેહથી જે હિંસા થાય; પાપ આકર્ષણ અવિરતિ વેગે, તે જીવ કર્મ બંધાય છે. પ્રા. 3. સાયક દેહતા જીવ જે ગતિમાં, વસિયા તસ હેય કર્મ : રાજા રંકને કિરિયા સરિખી, ભગવતી અંગનો મર્મ રે. પ્રા. ૪ ચામાસી આવશ્યક કાઉસગ્ગના, પંચ શત માન ઉસાસ છ8 તપની આલયણ કરતો, વિરતિ સધર્મ ઉલ્લાસ, પ્રા. ૫