________________
૧૫૧
એ ઉપદેશ સુણીને સમજ્યા, જ્ઞાન લેચન દેખાયાજી, વરદત્ત ગણધર આગે કહીએ, લહીઓ ભવિજન પ્રાણજી; સૌભાગ્ય પંચમી તપ આરાધો,નિસુણે જિનવર વાજી. ૪ દેહ નિગી સોભાગી થાઓ, પામો રંગ રસાલજી; મૂરખપણું દૂરે છડે, માંડો જ્ઞાન વિશાલજી; સૌભાગ્ય પંચમી જે નર કરશે, તે વરશે મંગલ માલજી; ગજ રથ છોડો સુંદર મંદિર, મણિમય ઝાકઝમાલજી. ૫ સંવત સત્તર અઠ્ઠાવન માંહિ, સિદ્ધપુર રહી ચેમાસું કાર્તિક સુદી પાંચમ દિને ગાયે, સફલ ફલી મુજ આશજી; તપગચ્છ નાયક દિનકર સરીખા, શ્રીવિજયપ્રભ સુરિંદાજી શ્રીવિજયરત્ન સૂરીશ્વર રાજે, પ્રણમે પરમાનંદાજી. ૬ કલશ-ઇનેમિનવર સયલ સુખકર, ઉપદિશ ભવિહિતકર, તપગચ્છ નાયક શિવસુખદાયક, લાયક માંહી પુરંદર, શ્રીલાભકુશલ વિબુધ સુખકર, વીર કુશલ પંડિત વર; સૌભાગ્ય કુશલ સુગુરૂ સેવક કેશવ કુશલ કરે. ૭
શ્રી સૌભાગ્ય પંચમી સ્તવન સંપૂર્ણ
૫ અષ્ટમીનું સ્તવન. દોહા-પંચ તીર્થ પ્રણમ્ સદા, સમરી શારદ માય; અષ્ટમી સ્તવન હરખે રચું, સુગુરૂ ચરણ પસાય. ૧
ઢાળ પહેલી. હાંરે લાલા જબૂદીપના ભરતમાં, મગધ દેશ મહંતરે, લાલા. રાજગૃહી નયરી મનહરૂ, શ્રેણિક બહુ બળવંત રે લાલા,