________________
૧૪૧
૩ બીજનું સ્તવન, દુહા-સરસ વચન રસ વરસતી, સરસ્વતી કલા ભંડાર બીજ તણે મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મોઝાર, ૧
જ બુદ્વીપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન વીર નિણંદ સમોસર્યા, વાંદવા આવ્યા રાજન.
શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણુ ઠાય, પૂછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય.
ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દિયે જિનરાય, કમલ સુકેમલ પાંખડી, ઈમ જિનવર હૃદય સહાય. ૪
શશિ પ્રગટે જિમ તે દિને, ધન તે દિન સુવિહાણ, એક મને આરાધતાં, પામે ૫૦ નિર્વાણ.
ઢાલ પહેલી. કલ્યાણક જિનનાં કહું સુણ પ્રાણજીરે; અભિનંદન અરિહંત, એ ભગવંત ભવિ પ્રાણીજીરે; મહા સુદ બીજને દીને, સુ પામ્યા શિવ સુખ સાર, હરખ અપાર, ભ૦ ૧
વાસુપૂજ્ય જિન બારમા સુર એહજ તિથે નાણ સફલ વિહાણ,ભવિ. અષ્ટ કરમચૂરણ કરી, સુણો અવગાહન એક વાર; મુગતિ મઝાર, ભ૦
અરનાથ જિનજી નમું, સુણો અષ્ટાદશમો અરિહંત એ ભગવંત, ભવિ૦ ઉજવલ તિથિ ફાગુણની ભલી સુણો, વરીયા શિવ વધુ સાર, સુંદર નાર '