________________
દેવવંદનમાળાની પ્રસ્તાવના.
પ્રથમ ઘણું દેવવંદનમાળાઓ છપાઈ ગઈ છે. તથા દેવવંદનના પ ઘણા પ્રસિદ્ધ છે. આ દેવવંદનમાળામાં પાંચ પવનાં દેવવંદનો આપવામાં આવ્યા છે. આ દેવવંદનમાળામાં કેટલીક વિશેષતા છે તે આ પ્રમાણે
૧ અત્યાર સુધી છપાએલી દેવવંદનમાળાઓ સળંગ ગાથાબદ્ધ છે, ત્યારે આ દેવવંદનમાળા કડીબદ્ધ છાપવામાં આવી છે. જેથી દેવવંદન કરનારને વાંચવામાં સુગમતા પડશે.
૨ આમાં આપવામાં આવેલ દેવવંદનનેની પહેલાં તે દેવવંદન રચનારને કાંઈક ટુંક પરિચય આપી તે પછી તે પવને મહિમા જણવનારી તેની કથા આપવામાં આવી છે. તેથી દેવવંદન કરનારને તે કથા દેવવંદનને ભાવ સમજવામાં મદદરૂપ થશે. ત્યાર પછી દેવવંદન આપેલ છે.
૩ દેવવંદનમાં આવતાં સ્મરણે સતિકર, તિજયપહુત, નમિણ, અજિતશાંતિ, મોટી શાંતિ ભક્તાઅરે તથા ચૈત્યવદન ભાષ્ય પણ સાથે આપવામાં આવેલ છે. - આ દેવવંદનમાળામાં આપવામાં આવેલ દેવવંદને ટુંક ભાવાર્થ –
૧ જ્ઞાન પંચમીના દેવવંદનઆ દેવવંદન વિજયલક્ષ્મીસરિએ બનાવ્યાં છે. તેમાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ ટૂંકા શુમાં ઘણું સુંદર રીતે જણાવ્યું છે. તેમજ જ્ઞાનાવરણીય કમ શાથી બંધાય છે, વગેરે હકીકત જણાવી છે.