________________
સુવ પૂરણ રસીઓ હો નિજ ગુણપરસને, આનંદધન મુજ માંહિ. સુ૦ ધ૦ ૮ ૯૫ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. (૨૪)
(રાગધનાશ્રી ) વીરજીને ચરણે લાગું, વીરપણું તે મારું રે, મિથ્યા મોહતિમિર ભય ભાગું, જિન નગારૂં વાગ્યું રે.વી.૧
છઉમધ્યે વિય લેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગેરે, સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગેરે. વી. ૨
અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખેરે, પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખેરે. વી. ૩
ઉત્કૃષ્ટ વીરજને વેસે, વેગ ક્રિયા નવી પેસે રે, ગ તણી પ્રતાને લેશે, આતમ સગતિ ન બેસેરે. વીજ
કામ વિયવશે જેમ ભેગી, તેમ આતમ થયો ભોગી રે, શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અગી રે. વી. ૫
વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિનાણે શકિત પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે.વી. ૬
આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગેરે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદધન પ્રભુ જાગેરે. વી. ૭.
શ્રી આનંદઘનજી ચાવીશી સંપૂર્ણ