________________
ધરા ત્રિગડે જિન બેઠા, સાહિએ સુંદર રૂપ; તસ વાણી સુણવા આવી પ્રણમે ભૂપ વાણી જોજનની, સુણજો ભવિયણ સાર; તે સુણતાં હશે પાતિકનો પરિહાર, પાય રૂમઝુમ રુમઝુમ ઝાંઝરનો ઝમકાર; પદ્માવતી ખેલે પાર્થતણે દરબાર સંઘ વિન હરજો કરજો જય જયકાર; એમ સોભાગ્ય વિજય કહે સુખ સંપત્તિ દાતાર. ૪
૫૦ પાર્શ્વનાથનું સ્તવન. સ્તંભનપુરના પાર્થ પ્રભુના મહિમાને નહી પાર, પ્રભુના મહિમાને નહી પાર. મૂરતિ દીઠી મોહનગારી, ભાના મનડા હરનારી : શોભા અપરંપાર. પ્રભુના મુખડું દીપે પુનમ ચંદા, દરિશન કરતાં પરમાનંદ, પામે જ્ઞાન અપાર. પ્રભુના કસ્તુરી શમ શ્યામ શરીર, સાગર સમ ગંભીર ધીર શાન્તિના સાગાર. પ્રભુના પ્રભાત સમયે દરિશન કરતાં, કાળ અનાદિ કષ્ટ હરતાં તેજ તણું ભંડાર. પ્રભુના નેમિઅમૃત પદ પુન્ય પામી, ધર્મ ધુરન્ધર જીવ વિશરામી; વંદુ વારંવાર, પ્રભુના