________________
ચોથ ભલી અષાઢની, જનની કૂખે અવતારજી; ચૌદ સુપન નિર્મલ લહી, જાગ્યા જનની તેની વારજી.તા.૨ ચૈત્ર વદી આઠમ દિને, જમ્યા શ્રી ત્રિભુવન નાથજી; છપ્પન દિગકુમરી મલી, ટાલે શુચિકમ તેની વારજી. તા૦૩ ચોસઠ ઇંદ્ર તિહાં આવિયા, નાભિરાયા દરબારજી; પ્રભુને લઈ મેરૂ ગયા, સ્નાત્ર મહોત્સવ કરે તેની વારજી.તા૦૪ પ્રભુને સ્નાત્ર મહોત્સવ કરી, લાવ્યા જનનીની પાસજી; અવસ્થાપની નિદ્રા હરી કરી, રત્નનો ગેડી દડે મૂકેજ.તા. ૫ ત્રાસી લાખ પૂર્વ ગૃહવાસો વસ્યા, પરણ્યા હોયજ નારીજી; સંસારિક સુખ વિલસી કરી, લેવા સંજમ ભારજી, તા. ૬ લોકાંતિક સુર આવી કરી, વિનવે ત્રિભવન નાથજી; દાન સંવત્સરી આપીને, લીધે સંજમ ભારજી, તા. ૭ પંચમહાવ્રત આદરી, ચિત્ર વદી અષ્ટમી જાણજી; ચાર હજાર સાથે સંયમી, ઉપન્યું ચોથું જ્ઞાન. તા૮ કર્મ ખપાવી કેવલ લહી, કલેક પ્રકાશજી; સંશય ટાલી જીવના, લેવા શિવ રમણ સારજી. તા૦૯ ખોટ ખજાને પ્રભુ તારે નથી, દેતાં લાગે શું વાર; કાજ સરે નિજ દાસના, એ છે આપને ઉપગારજી તા.૧૦ ઘરનાને તાર્યા તેમાં શું કર્યું, મુજ સરીખાને તારાજી; કલ્પવૃક્ષ જિહાં ફ, તેમ દાદા દયાલજી. તા. ૧૧ ચરણે આવ્યાને પ્રભુ રાખશે, બાહુબલ ભરત નરેશજી; પદ્મવિજય કહે વંદણ, તારે તારે દાદા દયાલજી.તા.૧૨