________________
૩
૪
છે
ચૌદ સુપન નિર્મલ લહી, સત્યકી રાણી માત; કુંથુ અર જિન અંતરે, સીમધર જિન જાત અનુક્રમે પ્રભુ જનમીયા, વળી યૌવન પાવે; માત પિતા હરખે કરી, રૂકૃમિણી પરણાવે ભેગવી સુખ સંસારનાં, સંજમ મન લાવે; મુનિસુવ્રત નમિ અંતરે, દીક્ષા પ્રભુ પાવે ઘાતી કર્મને ક્ષય કરી, પામ્યા કેવલ નાણુ, વૃષભ લંછને શોભતા, સર્વ ભાવના જાણ ચોરાશી જસ ગણધરા, મુનિવર એકસે ક્રોડ, ત્રણ ભુવનમાં જોવતાં, નહિ કે એહની જોડ દશ લાખ કહ્યા કેળવી, પ્રભુજીને પરિવાર, એક સમય ત્રણ કાળના, જાણે સર્વ વિચાર ઉદય પિઢાલ જિનાંતરે એ, થાશે જિનવર સિદ્ધ, જસવિજય ગુરૂ પ્રણમતાં, શુભ વાંછિત ફળ લીધ
૬
૭
૯