________________
શ્રી પુંડરીકસ્વામીનાં ચૈત્યવંદને
શ્રી શંત્રુજય માહાસ્યની રચના કીધી સાર, પંડરગિરિના સ્થાપનાર, પ્રથમ જિન ગણધાર એક દિન વાણી જિનની, શ્રવણી થશે આણંદ, આવ્યા શંત્રુજ્યગિરિ, પંચક્રોડ સહ રંગ ૨. ચૈત્રી પુનમને દિને એ, શિવશું કી યેગ, નમિએ ગિરિ ને ગણધરૂ, અધિક નહી ત્રિલોક ૩.
(૨) આદીશ્વર જિનરાયને, પહેલે જે ગણધાર, પુંડરિક નામે થયે, ભવિજનને સુખકાર ૧ ચૈત્રી પૂનમને દિને, કેવલસિરિ પામી, ઈણ ગિરિ તેહથી પુંડરીક–ગિરિ અભિધા પામી ૨. પંચ કોડી મુનિશું લહ્યા એ,કરી અણસણ શિવઠામ, જ્ઞાનવિમળસૂરિ તેહના, પય પ્રણમે અભિરામ ૩.
આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત પ્રગટનામ પુંડરીક જાસ, મહિમાએ મહંત ૧. પંચકેડી સાથે મુણિંદ અણસણ તીહાં કીધ; શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તહાં લીધ રીત્રી પુનમને દિને એ, પામ્યા પદમહાનંદ; તે દિનેથી પુંડરિકગિરિ, નામ દાન સુખ કંદ ૩