________________
પર
દર્પણથી નિજ રૂપને, જુએ સુદષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાનરમણ મુનિભૂપ. પ આત્મ સ્વરૂપ વિલેકતાં, પ્રગટયો મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણું, પર્વ પર્યુષણ દાવ. નવ વખાણ પૂજી સુણો, શુકલ ચતુથી સીમા પંચમી દિન વાંચે સુણે, હાય વિરાધક નિયમા. શ્રતકેવલી વયણ સુણી, લહી માનવ-અવતાર, શ્રી શુભવીરને શાસને, પામ્યા જય જયકાર. ૮
નવ ચૌમાસી તપ કર્યા, ત્રણમાસી દોય; દેય અહીમાસી કર્યા, તિમ દેઢમાસી દેય. બહોતેર પાસક્ષમણ કર્યા, માસક્ષમણ કર્યા બાર; બે માસી તપ આદર્યો, બાર અઠ્ઠમ તપ સાર. ષટમાસી એક તમે કર્યો, પણ દિન ઊણ ષટમાસ; બસે એગણત્રીશ છઠ્ઠભલા, દીક્ષાદિન એકખાસ. ભદ્રપ્રતિમા દેય તિમ, પારણ દિન જાસ; દ્રવ્યાહાર પાન કર્યો, ત્રણસેં ઓગણપચાસ. છદ્મસ્થ એણીપરે રહ્યા, સહ્ય પરિષહ ઘેર; શુકલધ્યાન અનલે કરી, બાળ્યાં કર્મ કઠેર. શુકલધ્યાન અંતર રહ્યા એ, પામ્યા કેવલનાણ; પદ્યવિજય કહે પ્રણમતાં, લહીએ નિત્યકલ્યાણ.