________________
(૩) આઠ ત્રિગુણ જિનવરતણું નિત્ય કીજે સેવા, વ્હાલી મુજ મન અતિ ઘણું, જિમ ગજ મન રેવા...૧ પ્રતિહારજ આઠશું, ઠકુરાઈ છાજે, આઠે મંગળ આગળ, તેહને વળી રાજે...૨ ભાંજે ભય આઠ મોટકા, અષ્ટકર્મ કરે દૂર, આઠમ દિન આરાધતાં, જ્ઞાનવિમલ ભરપૂર૩
અગ્યારસનું ચૈત્યવંદન (૨) અંગ અગીયાર આરાધીચે, એકાદશી દિવસે, એકાદશ પડિમા વહે, સમકિત ગુણ વિકસે...૧ એકાદશ દિવસે થયા, દીક્ષાને નાણ, જન્મ લહ્યા કેઈ જિનવરા, આગમ પરમાણ...૨ જ્ઞાન વિમલ ગુણ વાધતા એ, સકલ કળા ભંડાર, અગીયારસ આરાધતાં, લહીએ ભવજલ પાર...૩
એકાદશીનું ચૈત્યવંદન શાસન નાયક વીરજી, પ્રભુ કેવલ પાયે; સંઘ ચતુવિધ સ્થાપવા, મહસેન આ . ૧
માધવ સિત એકાદશી, સોમિલ દ્વિજ યજ્ઞ; ઇન્દ્રભૂતિ આદે મળ્યા, એકાદશ વિર. ૨
એકાદસ મેં ચઉગુણે. તેહને પરિવાર, વેદ–અર્થ અવળે કરે, મન અભિમાન અપાર. ૩ જીવાદિક સંશય હરી, એકાદશ ગણધાર; વીરે સ્થાપ્યા વંદીએ, જિનશાસન જ્યકાર. ૪