________________
શ્રી પંચમીનાં રૌત્યવાદને
(૧)
શ્રી સૌભાગ્યપંચમી તણે, સયલ દિવસ શણગાર; પાંચ જ્ઞાનને પૂછયે, થાય સફળ અવતાર. સામાયિક પિષધ વિષે, નિરવઘ પૂજા વિચાર; સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન-ધ્યાન મહાર. ૨ પૂર્વ દિશે ઉત્તરદિશે, પીઠ રચી ત્રણ સાર; પંચવણ જિનબિંબને, થાપી જે સુખકાર. પંચ પંચ વસ્તુ મેળવી, પૂજા સામગ્રી જેગ; પંચવર્ણ કળશાભરી, હરિયે દુઃખ ઉપભેગ. યથાશક્તિ પૂજા કરે, મતિજ્ઞાનને કાજે; પંચજ્ઞાનમાં ધુરે કહ્યું, શ્રીજિનશાસન રાજે. મતિ–શ્રવિણ હવે નહીં અવધિપ્રમુખ મહાજ્ઞાન; તે માટે મતિ ધુરે કહ્યું, મતિ-કૃતમાં મતિમાન. ક્ષય-ઉપશમ આવરણને, લબ્ધિ હોય સમકાળે; સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપગ કાળે. લક્ષણ ભેદા ભેદ છે, કારણ કારજ ગે; મતિસાધન કૃત સાધ્ય છે, કંચન કળશ સંગે.. પરમાતમ પરમેશ્વરૂએ, સિદ્ધ સકલ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન. ૯