________________
(૫) પુરિસાદાણી પાસનાહ, નમીયે મનરંગ, નીલવરણ અવસેન નંદ, નિર્મલ નિઃસંગ કામિત દાયક કલ્પ સાખ, વામા સુત સાર;
શ્રી ગવડીપુર સ્વામ નામ, જપીયે નિરધાર ૨ ત્રિભુવનપતિ વીશ એ, જસ અખંડિત આણ; એક મને આરાધતાં, લહિયે કોડ કલ્યાણ. ૩ શ્રી મહાવીર સ્વામીનાં ચૈત્યવંદનો
વદ્ધમાન જિનવર ધણું, પ્રણમું નિત્યમેવ, સિદ્ધારથ કુલ ચંદ, સુરનિર્મિત સેવ ૧ ત્રિશલા ઉદર સરહંસ સમ, પ્રગટયો સુખકંદ, કેશરી લંછન વિમલ તનુ, કંચનમય વૃદ ૨ મહાવીર જગમાં વડેએ, પાવાપુરી નિર્વાણ, સુરનર ભૂપ નમે સદા, પામે અવિચલઠાણ ૩
(૨) વર્ધમાન જગદીસરૂ, જગબાંધવ જગનાથ જગદાનંદન જિનવરૂ, જગતશરણ શિવસાથ ૧ અકલ અમલ જિનકેવલી, વત્રવિમલ જિનરાજ ભવ્ય વિબેધન દિનમણિ, મિથ્યા-તમ રવિરાજ ૨ એહચરમ જિન ધ્યાનથીએ, સુખસંય ઉદાર, ઈહ લેકે શુભ સુખ લહે, વીર જિર્ણોદ જુહાર ૩