________________
જે પરણું રાજુલને, જાય પશુના પ્રાણ, જીવદયા મનમાં વસી, ત્યાંથી કીધું પ્રયાણ૩ તરણથી રથ ફેરવ્યો, રાજુલ મૂર્શિત થાય, આંખે આંસુડાં વહે, લાગે નેમજીને પાય.........૪ સેગંદ આપું માહરા, પાછા વળો એકવાર, નિર્દય થઈ શું વાલમા, કીધે મારો પરિહાર...૫ ઝીણી ઝીણી ઝબૂકે વીજળી, ઝરમર વરસે મેહ, રાજુલ આવ્યા સાથમાં, વૈરાગ્યે ભીંજી દેહ સંયમ લઈ કેવલ વર્યા એ, મુક્તિપુરીમાં જાય, નેમ રાજુલની જેડને, જ્ઞાન નમે સુખદાય..૭
શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ચૈત્યવંદને
સકલ ભવિજન ચમત્કારી ભારી મહિમા જેહને, નિખિલ આતમ રમા રાજિત નામ જપી તેહને; દુષ્ટ કર્માષ્ટક ગજ્જરી જે ભવિક જન મન સુખકરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામિનામ શંખેશ્વર. ૧ બહુ પુણ્યરાશિ દેશ કાશી તથ્ય નયરી વણારસી, અશ્વસેન રાજા રાણી વામા રૂપે રતિ તનુ સારીખી; તસકુખે સુપન ચૌદ સૂચિત સ્વર્ગથી પ્રભુ અવતર્યો
નિત્ય જાપ.... ૨