________________
૩૪૯
ધર્મ કરવાથી સુખ મળે અને સુખમાં આનંદ મંગળ થાય છે, માટે ધમ કરે છે.
આપણુ ભગવાને મળેલા સુખને છોડયું અને દુઃખ છાએ વડ્યું –
અનુક્રમે ૧ મિથ્યાત્વને કાઢીને સમતિ પામ્યા. ૨ અવિરતિને કાઢીને વિરતિવાન થયા. ૩ કષાયોને કાઢીને વીતરાગ થયા. ૪ યોગોને કાઢીને પરમાત્મા થયા.
અનુક્રમે વીતરાગ થયેલા આપણું ભગવાને આપણું માટે પાયાની છ વાત કહેલી છે.
૧ જીવ અનાદિને છે. ૨ જીવને સંસાર અનાદિને છે. ૩ એ સંસાર કર્મનાં સંયોગથી બનેલ છે. ૪ એ રાગાદિરૂપ, જન્મમરણદિરૂપ સંસાર દુઃખરૂપ છે. ૫ દુઃખફલક છે. ૬ દુઃખની પરંપરા વધારનાર છે. અર્થાત દુદખાનુબંધી છે.
ભગવાને કહેલી આ છ વાત જીવ જ્યાં સુધી સમજે નહિ અને સમજ્યા પછી પણ સુખમય સંસાર કે દુઃખમય સંસાર. ઉખેડવાની ઈચ્છા જાગે નહિ; ત્યાં સુધી ધમ કરવા છતાં પણ–
સંસારનું પરિભ્રમણ અટકે નહિ. જીવનું પારમાર્થિક કલ્યાણ થાય નહિ.
જીવ પરમસમાધિને પામે નહિ, મેક્ષ મળે નહિ. (મુનિરાજ શ્રી કીતિસેન વિજયજી મ. સા. ની નાની પુસ્તિકામાંથી)