________________
૩૪૬
થાઓ,સમ્યકુ સ્વીકારવાળી અને નિરતિચાર-અતિચાર વિનાની થાઓ
શ્રી અરિહંત ભગવંતે અચિંત્ય શક્તિથી યુક્ત છે વીતરાગ છે, સર્વજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે, જીવોને પરમ કલ્યાણની સાધનામાં શ્રેષ્ઠ આલંબનરૂપ છે.
હું મૂઢ છુ, પાપી છું, અનાદિ મોહથી વાસિત છું. વાસ્તવમાં હિતાહિતને અજાણું છું. તેથી હિતાહિતને સમજનારે થાઉં. અહિતથી પાછા ફરનારે થાઉં, હિતમાં પ્રવૃત્તિ કરનારે થાઉં અને સર્વ જીવો સાથે ઉચિત વર્તન કરી સ્વહિતને આરાધક થાઉં.
આ પ્રમાણે હું સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું.
આ “પાપ પ્રતિઘાત–ગુણ બીજાધાન” નામના સૂત્રો પાઠ. કરવાથી, સાંભળવાથી, અને એના અર્થની વિચારણા કરવાથી આપણે. પૂર્વે બાંધેલાં અશુભકર્મોને રસ મંદ પડે છે; કર્મોની સ્થિતિ ઘટી. જાય છે. નિર્મૂળ નાશ પામે છે. એટલું જ નહિ પણ આ સૂત્રના પાઠથી, શ્રવણથી અને ચિંતનથી આત્મામાં પ્રગટતા શુભ પરિણામથી, જેમ સર્પાદિના ડંખ આગળ દોરી બાંધવાથી ઝેર આગળ વધતું નથી તેમ અશુભ કર્મ નિરનુબંધ (સામર્થ્ય વિનાનું) થાય છે. ઉદયમાં આવે તે પણ આત્માને મેહવશ કરવામાં અસમર્થ બની જાય છે. સુખપૂર્વક ખપાવી શકાય એવું બને છે, ફરી એવા કર્મને બંધ થતો નથી.
વળી જેમ ઉત્તમ ઔષધને વિધિ અને પરેજીપૂર્વક પ્રયોગ કરવાથી સુંદર આરોગ્ય પ્રાપ્ત થાય છે. તેમ આ સૂત્રને પાઠ કરવાથી શુભકર્મનાં અનુબંધન-પુણ્યાનુંબંધીપુણ્યને બંધ થાય છે. શુભકર્મોની પરંપરા પુષ્ટ થાય છે. તેથી ઉત્કૃષ્ટ ભાવવાળું શુભકમજ બંધાય છે.