________________
૩૪૫
કર્યું હોય, તે સઘળું પાપ ગુરૂ સાક્ષીએ નહીં કરવા યોગ્ય છે. દુષ્કૃત તજવા યોગ્ય છે. આવું મેં કલ્યાણ મિત્ર ગુરુભગવંતના વચનથી જાણ્યું અને મને શ્રદ્ધાથી રુચ્યું. અરિહંત દેવ અને સિદ્ધ‘ભગવતની સાક્ષીએ દુષ્કતની હું ગર્વી કરું છું. મારૂ એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ ! મિથ્યા થાઓ ! મિથ્યા થાઓ !!!
મારી આ દુષ્કતગર્તી સમ્યક પ્રકારે થાઓ. ફરી એ દુષ્કૃત ન કરવાને માટે નિયમ હો! આ વાત મને ખૂબ જ ગમી છે. એ માટે અરિહંત ભગવંતોની અને કલ્યાણમિત્ર ગુરુભગવંતની હિતશિક્ષા હું વારંવાર ઈચ્છું છું.
મને દેવ અને ગુરુને સુયોગ મળે મારી આ પ્રાર્થના સફળ થાઓ ! આ પ્રાર્થનામાં મને બહુમાન થાઓ અને આ પ્રાર્થનાના પ્રભાવે મારા આત્મામાં મોક્ષનું બીજ પડે અને ફળરૂપે મેક્ષ મળે.
મને દેવગુરુને સુયોગ પ્રાપ્ત થતાં, હું તેઓની સેવાને ગ્ય થાઉં, તેઓની આજ્ઞાપાલનને યોગ્ય થાઉં, તેઓની આજ્ઞાને બહુમાનપૂર્વક સ્વીકારનારો થાઉં અને નિરતિચારપણે તેઓની આજ્ઞાને પાલક બનું. - મેક્ષને અથી બનેલે હું યથાશક્તિ સુકૃતને સેવું છું અને સર્વ અરિહંતોના અનુષ્ઠાનની. સર્વ સિદ્ધોના સિદ્ધપણુની, સવ - આચાર્યોના પંચાચારની, સવ ઉપાધ્યાયના સૂત્રદાનની, સર્વ સાધુઓની સાધુક્રિયાની, સવે શ્રાવકના મુક્તિ સાધક ગોની, સવ દેવો તથા કલ્યાણની ઈચ્છાવાળા સર્વ જીવોને મેક્ષ માગને “અનુકુળ યોગેની અનુમોદના કરૂં છું.
સર્વશ્રેષ્ઠ ગુણોથી યુક્ત શ્રી અરિહંતાદિના સામર્થ્યથી મારી -આ અનુમોદના સારી રીતે વિધિપૂર્વકની થાઓ, શુદ્ધ આશયવાળી