________________
૩
દેખી મૂતિ પાશ્વજિનની, નેત્ર મારાં કરે છે, ને હિંચું આ ફરી ફરી, પ્રભુ ધ્યાન તારું ધરે છે. આત્મા મારો પ્રભુ તુજ કને, આવવા ઉલસે છે; આપે એવું બળ હૃદયમાં, માહરી આશ એ છે.
(૮)
દાદા તારી મુખમુદ્રાને અમીય નજરે નિહાળી રહ્યો, તારા નયનમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો. ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયે, તારી મૂર્તિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો.
અંતરના આ કેડીએ એક દીપ બળે છે ઝાંખ, જીવનના તિર્ધર એને નિશદિન જલતે રાખે. ઊંચે ઊંચે ઊડવા માટે પ્રાણ ચાહે છે પાંખે, તુજને ઓળખુ નાથ નિરંજન એવી આંખો આપે.
(૧૦)
જેને પ્રબંધ પ્રસરે જગમાં પવિત્ર, જેનું સદા પરમ મંગળ છે ચરિત્ર, જેનું જપાય જગમાં શિવરૂપ નામ, તે વીરને પ્રણયથી કરીને પ્રણામ.