________________
દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમે જ સ્થાપ્યું, કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યું. એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમને, મેવા પ્રભુ શિવતણ અરપ અમોને.
(૪) પ્રભાતે હું વંદુ, અષભજિન ને શાતિપ્રભુને, શિવાદેવી જાયા, શિવ સુખકરા નેમિનિને. વળી વામાનંદા, વિપદ હરતા પાર્શ્વપ્રભુને, નમું માંગલ્યાથે, જિનવર મહાવીર પ્રભુને.
જે દષ્ટિ પ્રભુ દર્શન કરે તે દષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે. પીચે મુદા વાણું સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને નિત્ય ધન્ય છે.
સુયા હશે! પૂજ્યા હશે !નિરખ્યા હશે! પણ કે ક્ષણે, હે જગતબંધુ! ચિત્તમાં ધાર્યા નહિ ભક્તિપણે. "જ પ્રભુ તે કારણે દુખપાત્ર હું સંસારમાં, હા ! ભક્તિ તે ફળતી નથી જે ભાવ શૂન્યાચારમાં.