________________
૩૦૭ સુરનરવંદિત શીયલ અખંડિત, શિવ શિવપદ ગામિની એ; જેહને નામે નિર્મલ થઈએ, બલિહારી તસ નામની એ. ૧૨ હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતાનામે કામિનીએ; પાંડવમાતા દશે દશારહની, બહેન પતિવ્રતા પવિની એ. ૧૩ શીલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધ તેહને વંદીયે એ; નામ જપતાં પાતક જાયે, દરિશણ દુરિત નિકંદીયે એ. ૧૪ નિષિધાનગરી નલહ નરિંદની, દમયંતી તસ ગેહિની એ; સંકટ પડતાં શીયલ જ રાખ્યું, ત્રિભુવનકીતિ જેહની એ. ૧૫ અનંગ અજિતા જગજનપૂજિતા, પુપચૂલાને પ્રભાવતી એ; વિશ્વવિખ્યાતા કામિત દાતા, સોલમી સતી પદ્માવતી એ. ૧૬ વીરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરત્ન ભાખે મુદાએ; વહાણુંવાતાં જે નર ભણશે, તે લેશે સુખસંપદાએ. ૧૭