________________
૩૦૨
ભાષા (ઢાળ પાંચમી) સામીઓ એ વીર જિદ, પુનિમચંદ જિમ ઉલ્લસિય, વિહરિએ એ ભરહવાસંમિ, વરસ બહેર સંવસિએ; ઠવતે એ કણય પઉમેસુ, પાયકમળ સંઘહિ સહિય, આવિઓ એ નયણાનંદ, નયર પાવાપુરી સુરમહિ. ૪૫ પંખીઓ એ ગાયભસામિ, દેવસમ્મા પડિઓહ કરે, આપણો એ ત્રિશલાદેવી, –નંદન પહોતો પરમપએ; વળતાં એ દેવ આકાશ, પિખવિ જાયે જિણ સમે એ, તો મુનિ એ મને વિષવાદ, નાદભેદ જિમ ઉપન એ. ૪૬ કુણ સમો એ સામિય દેખી, આપ કહે હું ટાળિઓ એ, જાણું તે એ તિહુઅણુ નાહ, લેકવિવહાર ન પાલિઓ એ, અતિ ભલું એ કીધલું સામી, જાણ્યું કેવલ માગશે એ, ચિતયું એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ. ૪૭ હું કિમ એ વીરજિર્ણોદ, ભગતે ભેળો ભોળવ્યો એ આપણે એ અવિહડ નેહ, નાહ ન સંપે સાચવ્ય એક સાચે એ વીતરાગ, નેહ ન જેણે લાલિઓ એ, તિણસમે એ ગાયમ ચિત્ત, રાગ વિરાગે વાળિઓ એ. આવતું એ જે ઉલટ, રહેતું રાગે સાહિયું છે, કેવળ એ નાણું ઉપન, ગાયમ સહેજે ઉમાણિયું એ; ત્રિભુવને એ જશ જયકાર, કેવળ મહિમા સુર કરે છે, ગણધર એ કરે વખાણ, ભવિયણ ભવ જિમનિસ્તરે એ ૪૯
વસ્તુ છેદ પઢમ ગણહર, પઢમ ગણહર, વરિસ પચાસ ગિહિવાસે સંવસિઅ, તીસ વરિસ સંજમ વિભૂસિઅ, સિરિ કેવળ નાણુ પુણ, બાર વરસ તિહુઅણનમંસિઅ; રાજગૃહિ નગરઠ, બાણુંવય વરિચાઉ, સામી ગોયમગુણનિલે, હાસ્ય શિવપુર ઠાઉં.