________________
૨૬૫
વદે મુનીશ્વર શંકાને પરિહાર છે,
સમક્તિ મૂલે શ્રાવકના વ્રત બારજો,
પ્રાણાતિપાતાદિક સ્કૂલથી ઉચ્ચરે જે. ૧૫ ઉચ્ચરે તે વીત્યું છે ચોમાસું જે,
આણું લઈને આવ્યા ગુરુની પાસે જે,
શ્રુતનાણું કહેવાનું ચૌદ પૂવ જે. ૧૬ પૂવ થઈને તાર્યા પ્રાણી છેક જે, ઉજજવલ ધ્યાને તેહ ગયા દેવલોક જે,
ઋષભ કહે નિત્ય તેહને કરીએ વંદના જે. ૧૭
(આઠ મદની)
મદ આઠ મહામુનિ વારીયે, જે દુર્ગતિના દાતાર રે, શ્રી વીર જિણેસર ઉપદિશે,
ભાંખે સહમ ગણધાર રે...મદ...૧ હાંજી જાતિને મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીયે કીધે રે, ચંડાળતણે કુળ ઉપજો,
તપથી સવિ કારજ સીધો રે...મદ૨ હાંજી કુળ મદ બીજો દાખી, મરિચી ભવે કીધે પ્રાણી રે, કડાકડિ સાગર ભવમાં ભાગ્યો,
મદ મ કરે ઈમ જાણું રે...મદ...૩ હાંજી બળ મદથી દુઃખ પામીયા, શ્રેણિક વસુભૂતિ છવો રે, જઈ નરકતણું દુઃખ ભોગવ્યાં,
મુખ પાડતા નીત રી રે.મદ...૪