________________
૨૪૮
(૬) શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, અરિહંત સકલની, ભાવધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણું, જયવંતી આણા,
જ્ઞાનવિમલ ગુણખાણું.....૧ શ્રી વીસસ્થાનક તપની સ્તુતિ વિશ સ્થાનક તપ વિશ્વમાં મોટે, શ્રી જિનવર કહે આપજી, બાંધે જિનવર ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી, થયા થશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી, કેવળ જ્ઞાન દર્શન પામ્યા, સર્વે ટાળી ઉપાધીજી-૧ અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર, વાચક સાધુ નાણુ છે, દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરે ગાયમ ઠાણજી, જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રત તીર્થ એહ નામજી, એ વીશ સ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામજી....૨ દય કાળ પડિકકમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વારજી, નેકારવાળી વીશ ગણજે, કાઉસગ્ગ ગુણ અનુસાર, ચાર સો ઉપવાસ કરી ચિત્ત ચોળે, ઉજમણું કરો સારજી, પડિમા ભરાવે સંઘ ભક્તિ કરે, એ વિધિ શાસ્ત્ર મેઝારજી....૩ શ્રેણિક સત્યકી સુલસા રેવતિ, દેવપાળ અવદાસજી, સ્થાનક તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાતજી, આગમવિધિ સેવે જે તપયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિન હરે તસ શાસનદેવી, સૌભાગ્યલક્ષમી દાતારજી....૪