________________
ર૩ર
અષ્ટકરમ વયરી ગજગજન, અષ્ટાપદ પરે બળિયાજી, આઠમે આઠ સરૂપ વિચારી, મદ આઠે તસ ગળિયાજી; અષ્ટમી ગતિ પહતા જે જિનવર, ફરસ આઠ નહિ અંધેજી, આઠમનું તપ કરતાં અમઘર, નિત્ય નિત્ય વાધે રંગ. ૨ પ્રાતિહારજ આઠ બિરાજે, સમવસરણ જિન રાજે, આઠમે આઠસો આગમ ભાખી, ભવિમન સંશય ભાંજે; આઠે જે પ્રવચનની માતા, પાળે નિરતિ ચારેજી, આઠમને દિન અષ્ટ પ્રકારે, જીવદયા ચિત્તધારે છે. ૩ અષ્ટપ્રકારી પૂજા કરીને, માનવ ભવ ફળ લીજે, સિદ્ધાઈદેવી જિનવરસેવી, અષ્ટ મહાસિદ્ધિ દીજે; આઠમનું તપ કરતાં લીજે, નિર્મળ કેવલ જ્ઞાનજી, ધીરવિમળ કવિ સેવક નય કહે, તપથી કોડી કલ્યાણજી. ૪
શી એકાદશીની સ્તુતિ
એકાદશી અતિ અડી, ગેવિંદ પૂછે નેમ, કોણ કારણ એ પર્વ મેટું, કહોને મુજશું તેમ, જિનવર કલ્યાણક અતિ ઘણાં, એક સે ને પચાસ, તિર્ણ કારણ એ પર્વ મેટું, કરે મૌન ઉપવાસ...૧ અગિયાર શ્રાવકતણું પડિમા, કહી તે જિનવર દેવ, એકાદશી એમ અધિક સે, વનગજા જીમ રેવ, ચોવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરુ ચંગ, જેમ ગગ નિર્મલ નીર જેહ, કરે જિનશું રંગ...૨