________________
૨૧૩
સ્તુતિ વિભાગ
શ્રી વીશેજિનની સ્તુતિઓ
(1) આદિ જિનવર રાયા, જાસ સેવન્ન કાયા, મરૂદેવી માયા, ધોરી, લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ સિરી રાયા, મોક્ષનગરે સધાયા. ૧
વિજયાસુત વંદ, તેજથી કયું દિદે, શીતલતાએ ચંદે, ધીરતાએ ગિરીદે; મુખ જેમ અરવિંદ, જાસ સેવે સુરી દે, લહે પરમાનંદે, સેવના સુખ દે. ૧
સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટુ જીવના ત્રાતા, આપતા સુખશાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ દેહગ વાતા, જાસ નામે પલાતા. ૧