________________
૨૦૮ ચાંદલીયા સંદેશડેજી, કહેજે સીમંધર સ્વામ; ભરતક્ષેત્રના માનવીજી,
- નિત્ય ઊઠી કરે રે પ્રણામ. સીમંધર૦૨. સમવસરણ દેવે રયું તીહાં, ચોસઠ ઈદ્ર નરેશ; સેના તણે સિંહાસન બેઠા,
ચામર છત્ર ધરેશ. સીમંધર૦૩. ઇંદ્રાણું કાઢે ગહેલીજી, મોતીના ચેક પૂરેશ; લળી લળી લીયે લુછણાંજી,
જિનવર દીચે ઉપદેશ. સીમંધર૦૪ એહવે સમે મેં સાંભળ્યું છે, હવે કરવાં પચ્ચકખાણ; બારે પર્ષદા સાંભળજી,
અમૃતવાણું વખાણ. સીમંધર૦૫ રાયને હાલા ઘોડલાજી, વેપારીને વહાલા છે દામ; અમને વહાલા સીમંધર સ્વામી,
જેમ સીતાને શ્રી રામ. સીમંધર૦૬ નહિ માગું પ્રભુ રાજઋદ્ધિજી, નહિ માગું ગરથભંડાર હું માગું પ્રભુ એટલુંજી,
તુમ પાસે અવતાર. સીમંધર૦૭ દેવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હજૂર; મુજ મહારે માનજી,
પ્રહ ઉગમતે સૂર. સીમંધર૦૮ સમયસુંદરની વિનતિજી, માનજે વારંવાર; બેહુ કર જોડી વિનવું છે,
વિનતડી અવધાર. સીમંધર૦૯