________________
૧૪૫
ઇન્દ્રભૂતિ અભિમાન ઊતારી કર્યો નિજ પટ્ટધારી અડદતણું બાકુળા લઈ, ચંદનબાળા તારી ૩ મેઘકુમાર સુનિ તે સ્થિર કી, સમતા સમરસ ભાવે રોહીણી હણિ નહિ રાજાએ, જે તુજ વયણે લીને ૪ શિવસુખ કારક દુઃખ નિવારક તારક તું પ્રભુ મીલી જ્ઞાનવિમલ કહે વીર જિનેશ્વર દર્શન સુરતરૂ ફલી ૫
ગિરુઆરે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમીઝરે, મારી નિર્મળ થાયે કાયા રે
ગિરુ. ૧ તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલી નિર્મળ થાઉં રે; અવર ન બંધ આદરૂ, નિશદિન તોરા ગુણ ગાઉં રે
ગિરુ. ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જળ નવિ પેસે રે, માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે
ગિરુ. ૩ ઈમ અમે તુમ ગુણ ગાઠશું,રંગે રાચ્યાને વળી માગ્યા રે; તે કિમ પરસુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે.
ગિરુ. ૪ તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારો રે; વાચક જણ કહે માહરે, તું જીવ જીવન આધાર રે.
ગિરુ. ૫
૧
૦