________________
૧૧૮
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ બેટી એમ કહે સાધ્યું તે નવિ માનું,
એક હી વાત છે મોટી...૮ મનડું દુરારાધ્ય વશ આપ્યું તે આગમથી મતિ આણું આંનદઘન પ્રભુ માહરૂ આણે,
તો સાચુ કરી જાણું....હે....૯ શ્રી અરનાથ જિન સ્તવન મારા સાહિબ શ્રી અરનાથ અરજ સુણો એક મારી; પરમ કૃપાળું ચાકરી ચાહું તારી, ચાકરી ચાહુ તોરી
પ્રભુ ગુણ ગાઉં, સુખ અનંતા પાઉં..૧ જિન ભકતે જે હવે રાતા, પામે પરભવ શાતા; પ્રભુ પૂજા એ આળસુ થાતાં,
તે દુઃખિયા પરભવ જાતા....પરમ....૨ પ્રભુ સહાયથી પાતક દૂજે, સારી શુભમતિ સુજે; તે દેખી ભવિયણ પ્રતિબૂ,
વળી કર્મરોગ સવિ રૂજે....પરમ...૩ સામાન્ય નરની સેવા કરીએ તે પણ પ્રાપ્તિ થાયે, તે ત્રિભુવનનાયકની સેવા,
નિશ્ચય નિષ્ફલ ન જાય..પરમ..૪ સાચી સેવા જાણું પ્રાણી, જે જિનવર આરાધે; શ્રી ખિમાવિજ્ય પય પામી પુણ્ય,
જસ સુખ લહે નિરાધે...પરમ..૫