________________
૧૧૩
સુણ દયાનિધિ ! તુજ પદ પંકજ મુજ મન મધુકર લીને
તું તે રાત દિવસ રહે સુખ ભીને..સુણ. પ્રભુ અચિરામાતાનો જાયે, વિવસેન ઉત્તમ કુલ આ
એક ભવમાં દેય પદવી પાચે.... સુણ. ૧
પ્રભુ ચકી જિનપદનો ભેગી, શાંતિ નામ થકી થાય નિરોગી
તુજ સમ અવર નહીં દૂજે ચેગીસુણ.... ૨
ષ ખંડતણો પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણો રાગી
તુજ સમ અવર નહીં વૈરાગી....સુણ- ૩
વડવીર થયાં સંજમધારી, લહે કેવલ દુગ કમળા સારી
તુજ સમ અવર નહીં ઉપકારી ....સુણે.... ૪
પ્રભુ મેઘરથ ભવ ગુણ ખાણ, પારેવા ઉપર કરૂણું આણું
નિજ શરણે રાખે સુખ ખાણી-સુણ...૫ પ્રભુ કર્મ કટક ભવ ભય ટાળી, નિજ આતમ ગુણને અજવાળી
પ્રભુ પામ્યા શિવવધૂ લટકાળી સુણે.... ૬
સાહેબ એક મુજરો માનીજે, નિજ સેવક ઉત્તમ પદ દીજે
રૂપ કીતિ કરે તુજ જીવવિજે..સુ..... ૭