________________
બાલુડે નિનેહી થઈ ગયો રે છોડ્યું વિનીતાનું રાજ, સંયમ રમણી આરાધવા લેવા મુક્તિનું રાજ
મેરે દિલ વસી ગયો વાલમે....' માતાને મેલ્યા એકલા રે, જાય દિન નવિ રાત, રત્નસિંહાસન બેસવા, ચાલે અડવાણે પાય
મેરેદિલ...૧ વહાલાનું નામ નવિ વિસરે રે, ઝરે આંસુડાની ધાર, આંખલડી છાયા વળી, ગયાં વરસ હજાર
- મેરે દિલ...૨ કેવલરત્ન આપી કરી રે, પુરી માતાની આશ, સમવસરણ લીલા જોઈને, સાધ્યા આતમ કાજ
મેરેદિલ...૩ ભક્તિવત્સલ ભગવંતને રે, નામે નિર્મળ કાય, આદિજિર્ણદ આરાધતાં, મહિમા શિવસુખ થાય
મેરે દિલ....૪
મારું મોઢે બોલ આદીશ્વર વાલા કાંઈ થારી મરજી રે મરૂદેવી વાટ જોવતાં રે, ઈતર વધાઈ આઈ. આજ ઋષભજી ઉતર્યા બાગમેં, ઉતર્યા સુણી હરખાઈ. ૧ નાહી જોઈને ગજ અસવારી, મરૂદેવી માતા રે, જઈ બાગમેં ચંદન નિરખી, પાઈ શાતા રે. ૨