________________
પરિશિષ્ટ-૨ તસ કર ફરસ થકી હવે, ભૂષતિ નિરૂજ અંગે રે, પડ વજાવી નયરમાં, તેડાવ્ય ધરી રંગે રે. એ. ૬ ભૂપતિ ની રેગી થયે, પંચસય ગામ તસ દીધાં રે; તે મહિમાથી બહુ જણે, નિશિભજન વ્રત લીધાં રે.એ. ૭ શ્રીપુંજ શ્રીધર અનુક્રમે, સૌધર્મ થયા દેવા રે; રાજાદિક પ્રતિ બૂઝીયા, ધમ કરે સયમેવા રે. ૮ નરભવ તે ત્રણ પામીયા, પાળી સંયમ સુધા રે; શિવસુંદરીને તે વર્યા, થયા જગપ્રસિદ્ધ રે. એ૯ એમ જાણી ભવિ પ્રાણિયા, નિશિભેજન વ્રત કીજે રે; શ્રી જ્ઞાનવિમલ ગુરુનામથી, સુજસ સૌભાગ્ય લહી જે રે. એ ૧૦
શ્રી ભરત બાહુબલીની બે ઢાળની સઝાય
| (દેહા) સ્વસ્તિ શ્રી વરવા ભણી, પ્રણમી શ્રી કષભ નિણંદ, ગાશું તસ અતિ બળી, બાહુબળી મુનિચંદ. ૧ ભરતે સાઠ સહસર વરસ, સાધ્યા પર ખંડ દેશ અતિ ઉચ્છવ આણંદ શું, વિનિતા કીધ પ્રવેશ. ૨ ચકરત્ન આવે નહિ, આયુધશાળા માંહ; મંત્રીશ્વર ભરતને તદા* કહે સાંભળ તું નાહ. ૩ સ્વામી તે નિજ ભુજબળે, વશ કીધા જ ખંડ, પણ બાહુબળી ભ્રાતને, નવિ દીઠે ભુજદંડ. ૪
૧. તેમના, ૨. હજાર, ૩, ૭, ૪. ત્યારે, ૫. નાથ,