________________
પરિશિષ્ટ-૨
ઢાળ પાંચમી ધન ધન ધને સુષિસર તપસી, ગુણતણે ભંડારજી, નામ લીયેતાં પાપ પણાસે, લહીયે ભવને પારજી.
એ આંકણી ૧ તપિયાને જવ અણસણ સીદયું, ભંડોપગરણને લેઈજી, સાધુ આવીને જનજીને વંદે, ત્રિણ પ્રદક્ષિણા દેઈજ. ધન. ૨ પ્રભુજી શિષ્ય તુમારે તપસી, જે ધને અણગારજી, હમણાં કાળકીધો તીણ મુનિવરે, અમે આવ્યા ઈણ વારજી.ધન, ૩ સાંભળી વૃદ્ધ વજીર પ્રભુજીના, શ્રી ગૌતમ ગણધારજી, પૂછે પ્રશ્ન પ્રભુજીને વાંદી, કરજેડી તીણી વારજી. ધન. ૪ કહે પ્રભુજી ધનનો ત્રાષિ તપસી, તે ચારિત્ર નવ માસજી, પાળીને તે કીણ ગતે પહે, તેહ પ્રકાશો ઊલ્લાસજી. ધન. ૫ સુણ ગાયમ શ્રી વીર પર્યાપે, જીહાં ગતિ સ્થિતિ શ્રીકારજી, સરથસિદ્ધ નામ વિમાને, પામે સુર અવતારજી. ધન. ૬ આયુ સાગર તેત્રીસનું પાળી, ચવિ વિદેહ ઊપજશે, આર્ય કુળ અવતરીને કેવળ, પામી સિદ્ધ નીપજશે. ધન. ૭ એહવા સાધુ તણા પય વંદી, કરીયે જન્મ પ્રમાણજી, જીભ સફલ હવે ગુણ ગાતાં, પામીજે કલ્યાણજી. ધન, ૮ રહી ચોમાસું સતર એકવીસે, ખંભાત ગામ મેઝારજી, શ્રાવણ વદિ તિથિ બીજ તણે દિન, ભગુનંદન ભલે વારજી. ૯ મુજગુરુ શ્રી મુનિ માણેકસાગર, પામી તાસ પસાયજી, ઈમ અણગાર ધનાના હરખે, જ્ઞાનસાગર ગુણ ગાયછે. ૧૦