________________
પરિશિષ્ટ-૨ વિનય કુશળ પંડિત વર ખાણી,
તસ ચરણે ચિત્ત આણી. રંગીલા. ૧૭ સાતમેં વરસે રેગ સમાયે,
કંચન સરખી કાયા, શાંતિ કુશળ મુનિ એમ પયંપે,
દેવ લેક ત્રીજા પાયા. રંગીલા. ૧૮
શ્રી સહજાનંદીની સઝાય
(બીજી અશરણ ભાવનાએ દેશ) સહજાનંદી રે આતમા, સૂતે કાંઈ નિશ્ચિંત રે, મહતણા રણિયા ભમે, જાગ જાગ માનવન્ત રે; લૂંટે જગતના જત રે, નાંખી વાંક અત્યન્ત રે, નરકાવાસ હવન્ત રે, કેઈ વીરલા ઉગરંત રે. સ૦૧ રાગ દ્વેષ પરિણતી ભજી, માયા કપટ કરાય રે, કાશકુસુમ પરે જીવડે, ફેગટ જનમ ગમાય રે; માથે ભય જમરાય રે, શે મને ગર્વ ધરાય રે, સહુ એક મારગ જાયરે, કેણ જગ અમર કહાય રે. સર રાવણ સરીખા રે રાજવી, નાગા ચાલ્યાં વિણ ધાગ રે; દશ માથાં રણ રડવડ્યાં, ચાંચ દિયે શિર કાગ રે; દેવ ગયા સવિ ભાગ રે, ન રહો મનને છોગ રે, હરિ હાથે હરિનાગરે, જે જે ભાઈઓના રાગ રે. સ૩ કેઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલણહાર રે, મારગ વહેતે રે નિત્ય પ્રત્યે, જેનાં લગ્ન હજાર રે,