________________
પરિશિષ્ટ-૧ વાદ વદે નય જજુઆ, આપ આપણે ઠામ, પૂરણ વસ્તુ વિચારતાં, કેઈ ન આવે કામ. ૩ અંધ પુરુષે એહ ગજ, ગ્રહી અવયવ એકેક; દષ્ટિવંત લહે પૂર્ણ ગજ, અવયવ મળી અનેક. ૪ સંગતિ સકલ ન કરી, જુગતિ એગ શુદ્ધ બેધ; ધન્ય જિનશાસન જગજ,જિહાંનહિકિસ્યા વિધ. ૫
ઢાળ પહેલી
કાળ-વાદ
(રાગ-આશાવરી) શ્રી જિનશાસન જગ જયકારી, સ્યાદ્વાદ શુદ્ધ રૂપ રે; નય એકાંત મિથ્યાત નિવારણ, અકલ અભંગ અનૂપરે. શ્રી. ૧ કોઈ કહે એક કાળતણે વશ, સકળ જગત ગતિ હાય રે; કાળે ઉપજે કાળે વિણસે, અવર ન કારણ કેય રે. શ્રી. ૨ કાળે ગર્ભ ધરે જગ વનિતા, કાળે જન્મ પુત્તર કાળે બેલે કાળે ચાલે, કાળે ચાલે ઘરસુત્ત રે. શ્રી. ૩ કાળે દૂધ થકી દહીં થાયે, કાળે ફળ પરિપાક રે; વિવિધ પદારથ કાળ ઉપજાવે, કાળે સહુ થાય ખાખ ૨. શ્રી. ૪ જિન ચોવીશ બાર ચકવતી, વાસુદેવ અને બલદેવ રે, કાળે કલિત કેઈ ન દીસે, જસુ કરતાં સુર સેવ રે. શ્રી. ૫ ઉત્સર્પિણી અવસર્પિણી આરસ, છએ જુઈ જુઈ ભાત રે, પતુ કાળ વિશેષ વિચા, ભિન્ન ભિન્ન દિન રાત રે. શ્રી. ૬. કાળે બાળવિલાસ મને હર, યૌવન કાળા કેશર; વૃદ્ધપણે વળી પલીવયુઅતિ દુર્બલ શક્તિનહિ લવલેશ રે. શ્રી. ૭