________________
સ્તવને
૩૫
૨૫. કળશ
(રાગ ધનાશ્રી : ગાયે ગાયે રે) ગાયા ગાયા રે, મેં તે જિનગુણ રંગે ગાયા; અવિનાશી પ્રભુએળગ કરતાં, આનંદ અંગ ઉપાયા રે. મેં. ૧ ધ્યાન ધરીને જિન ચાવીએ, જેહ નરે નિત્ય ધ્યાયા; પગાર પંચમ ગતિના ઠાકુર, તે થયા તેજ સવાયા રે. મેં૦ ૨ આ ભવ પરભવ વળીય ભવભવ, અનંત અનંત જિનરાયા; અનંત લીલા મેં જે જઈવસિયા, તે મહારે મન ભાયા રે. મેં૦ ૩ મુનિ શશિ શંકરલેચન, પર્વત વર્ષ સોહાયા; ભાદે માસની વદિ આધા ગુરુ, પૂર્ણ મંગલે વરતાયા રે. મેં૦ ૪ રાણકપુર મેં રહીય ચોમાસું, જગ જસ પડતું વજાયા; દિન દિન ચડત કલા થઈ જાણે, હદય કમલ જિન ધ્યાયા ૨. મેં૦ ૫ ભવ-દુઃખ-વારક સકલ ભટ્ટારક,શ્રીહીરવિજય સૂરિરાયા; તસ શિષ્ય શુભવિજય પયસેવક, જયવિજય જસ લાયા રે.મેં. ૬ શિષ્ય સુખકર નિત્ય વિજય બુધ, જીવવિજય સુપસાયા; જીવણુવિજયે જિન ચેવસે, ગાતાં નવનિધિ પાયા રે. મેં ૭
શ્રી પાંચ કારણનું સ્તવન
દુહા સિદ્ધારથ સુત વંદિયે જગદીપક જિનરાજ; વસ્તુત્વ સવિ જાણીયે, જસ આગમથી આજ. ૧
સ્યાદ્વાદથી સંપજે, સકલ વસ્તુ વિખ્યાત; સપ્ત ભંગી રચના વિના, બંધ ન બેસે વાત. ૨