________________
તવને
૨. શ્રી અજિતનાથ જિનસ્તવન
| (દેશી-વીંછિયાની) અજિત જિનેસર આજથી,
મુજ રાખજે રૂડી રીતિ રે લોલ; બાંહ્ય ગ્રહીને બહુ પરે,
પ્રભુ પાળજે પૂરણ પ્રીતિ રે લાલ. અ. ૧ કામિત કલ્પતરુ સમે,
એ તે મુજ મનમોહન વેલી રે લાલ; અનુકૂળ થઈને આપીએ,.
અતિ અનુભવ રસ રંગરેલી રે લાલ. અ. ૨ મનહર મને રથ પૂરજે,
એ તે ભક્તતણા ભગવંત રે લોલ; આતુરની ઉતાવળે ખરી,
મન કરી પૂરીએ ખાંત રે લાલ. અ. ૩ મુક્તિ મનહર માનિની,
વશ તાહરે છે વીતરાગ રે લોલ; આવે છે તે આંગણે,
મહારે તે મોટે ભાગે રે લાલ. અ. ૪ સિદ્ધિવધુ સહેજે મળે
તું હેજે તારક દેવ રે લાલ, કહે જીવણ જિનતણી,
સખરી સઘલાથી સેવ રે લાલ. અ. ૫