________________
સ્તવને અઠ્ઠાઈ ષટ તુલ્ય છે, પણ એ કહીએ અધિકેરી; કારણ કારજ ઉલ્લરે, ટાલે ભવી . દ્વીપ નંદીસર આઠમે, દેવ મળી સમુદાય અઠ્ઠાઈ મહેચ્છવ કરી, સ્વ સ્વ સ્થાનક જાય. સુલભ બધિ જીવની, હરખે સાતે ધાત, તે માટે આરાધીએ, મન કરી એ રળિયાતે. તપગચ્છ નાયક સેહરાએ, વિજય લક્ષ્મી સૂરિરાય; પંડિત પ્રેમવિજય તણે, દીપવિજય ગુણ ગાય.
૧૨.
શ્રી નવકાર મહિમા જિન સ્તવન
(નમો રે નમો શ્રી શેત્રુંજય ગિરિવર) શ્રી નવકાર જપ મનરંગે, શ્રી જિનશાસન સાર રે, સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જયજયકાર રે. શ્રી. ૧ પહેલે પદ ત્રિભુવન જનપૂજિત, પ્રણમાં શ્રી અરિહંત રે; અષ્ટ કરમ ઝીપકે બીજે પદ, ધ્યા સિદ્ધ અનંત રે. શ્રી. ૨ આચારજ ત્રીજે પદ સમરું, ગુણ છત્રીસ નિધાન રે; ચેથે પદ ઉવક્ઝાય જપીજે, સૂત્ર સિદ્ધાંત સુજાણ રે. શ્રી૩. સવિ સાધુ પંચમ પદ પ્રણ, પંમ મહાવ્રત ધાર રે, પદ નવ અષ્ટ ઈહાં છે સંપદ, અડસઠ વરણ ઉદાર રે. શ્રી. ૪ સાત ઈહાં ગુરુ અક્ષર દીપે, એક અક્ષર ઉચ્ચાર રે; સાત સાગરનાં પાતક જાવે, પદ પચ્ચાસ વિચાર રે. શ્રી૫ સંપૂરણ પણસય સાગરનાં, પાપ પેલાવે દૂર રે; ઈહ ભવ ક્ષેમકુશલ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર છે. શ્રી. ૬