________________
પરિશિષ્ટસય સત્તર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચોમાસ એ. વિજયદશમી વિજયકારણ, કીધે ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલવિલાસ એ, નિર્જર હેતે સ્તવન રચિયું, નામ પુણ્યપ્રકાશ એ. પ
શ્રી પયુષણું મહાપર્વનું સ્તવન
(મેરે સાહેબ તુમ હી હો) શ્રી પર્યુષણ પર્વરાજ, સેવ ભવિ હરખે, રયણરાશિ સમ પર્વ એ, આતમ અથી પરખે. ૧ ગુણ અનંત છે જેહના, ધર્મધ્યાન નિત્ય કીજે; પ્રભુગુણ શુદ્ધાશય સુણી, સાહજ ભાવ એાળખજે. ૨ કલ્પતરુ સમ કલ્પસૂત્ર, જિનમંદિર પધરાવે; ગીત ગાન આતમ રમણ, કરી મંગલ ગાવે. ૩ કરી વરઘોડે અભિન, જિન શાસન દીપાવે; શુભ કરણી અનુદતા, ગુરુસમીપે લા. ૪ ગુરુ પ્રરુપે વાયણા, ભાવે ભવિકને કાજે; છઠ્ઠ તપ કીજે નિરમલો, ચઢવા શિવગિરિ પાજે. ૫. પડવે દિન પ્રભુ વીરને, જન્મોત્સવ કરિયે; સહામને ભેજન દેઈસુકૃત ભાજન ભરિયે. ૬ અઠ્ઠમ તપ કરી સાંભળો, શેષ રહ્ય અધિકાર; નાગકે પરે ભવિ તુમે, પામે ભદધિપાર. ૭. સુણવા બારસા સૂત્રને, ભવ થઈએ ઉજમાળ; શ્રીફલ સાહષ્મી પ્રભાવના, કરી ટાળો જંજાળ. ૮