________________
પરિશિષ્ટ-૧
સ્તવને
શ્રી પુન્યપ્રકાશનું સ્તવન
સકળ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય; સહગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુનપતિ ત્રિશલાતણે, નંદન ગુણગંભીર; શાસનનાથક જગ જયે, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિણુંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિતભણી, પૂછે ગતિમસ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહે કિણ પરે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. અતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરુ સાખ; જીવ ખમા સયલ જે, નિ ચારાશી લાખ. વિધિ શું વળી સિરાવીએ; પાપસ્થાનક અઢાર ચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિત આચાર. શુભ કરણ અનુદીએ, ભાવ ભલે મન આણું અણસણ અવસર આદરી, નવપદ જપે સુજાણ. ૭ શુભ ગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણને આદરે, જેમ પામે ભવપાર. ૮