________________
૩૦૩
ઢાલ બીજી, રાયસેવક તવ કહે સાધુને,ખાલડીજીવથી હણશું રે; અમ ઠાકુરની એહ છે આણું, તે અમે આજ કરીશું રે, અહો અહો સાધુજી સમતાના દરિયા મુનિ ધ્યાન થકી નવિ ચલી રે. છે ૧ મુનિવર મનમાંહી આણંઘા, પરિસહ આ જાણી રે કર્મ ખપાવાનો અવસર એહવે ફરીનહીં આવે પ્રાણી રે.અત્ર છે જે છે એ તે વલી સખાઈમલીઓ, ભાઈ થકી ભલેરોરે,પ્રાણતું કાયરપણું પરિહરજે,જિમ ન થાયે ભવફેરો છે. આ યા રાયસેવકને તવ કહે મુનિવર, કઠણ ફરસ મુજ કાયા રે, બાધા રખે તુમ હાથે થાયે, કહો તિમ રહીયે ભાયારે. અવે છે ચારે શરણ ચતુર કરીને, ભવ ચરમ આવતું રે, શુકલધ્યાનશું તાન લગાવ્યું, કાયા વોસિરાય તે રે. અત્ર પાપા ચડચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝીલે રેક્ષપકશ્રેણિ આરોહણ કરીને, કઠિણ કરમને પિલે રે.અદા ચોથું ધ્યાન ધરતાં અંતે, કેવલ લઈ મુનિ સિધ્યા રે, અજર અમર પદ મુનિવર પામ્યા, કારજ સઘળાં સિધ્યા રે. અo iા એહવે તે મુહપત્તિ લેહીએ ખરડી, પંખીડે આમિષ જાણી રે લઈને નાંખી તે રાજદુવારે સેવકે લીધી તાણી રે