________________
૨૮
ગણાતા, ક્રોડની લક્ષ્મી કે શહેનશાહતનું સામ્રાજ્ય ભેગવનારા પણ ધર્માત્માઓના ચરણે નતમસ્તક રહેતા, એ વિનયભાવ એમની પુણ્યલક્ષ્મીને પ્રતિક હતે. એક આત્મા બ્રહ્મચર્ય ઉચ્ચરે કે બારવ્રત સ્વીકારે ત્યારે સમાજ કે સંધ તેનું ઘણું બહુમાન કરતે, સઘળાં કાર્યો, ખાસ કરીને ધર્મનાં કાર્યો તેવાઓની આગેવાની નીચે થતાં, આને અર્થ એમ નથી કે ધનવાનને અનાદર હતું, પણ એ વિવેક હતા કે ધનવાને છતાં ધમઓની સામે પિતાના જીવનને તે દરિદ્ર તુલ્ય માનતા, અને એવું ધાર્મિક જીવન જીવવા માટે મનેર કરતા. માટે જ તે કાળના ધનવાને વિપુલ ધન હોવા છતાંય ધાર્મિકતાને સવિશેષ આદર કરતા.
આ વાત ભૂતકાળમાં થઈ ગયેલા સંધમાન્ય મહારાજા સંપ્રતિ, કુમારપાળ, કે મંત્રીશ્વર શ્રી વિમળશાહ, પિથડશાહ, ઝાંઝણશાહ, વસ્તુપાળ કે તેજપાળ વગેરે અનેકાનેક પવિત્ર પુરુષોની જીવનચર્યાથી પણ આપણે સમજી શકીએ છીએ. તે કાલે ધર્મીઓ પણ ધનવાનું ગૌરવ જાળવતા. એમ ધનિક અને ધાર્મિક જીવનના સુંદર મેળથી સંધ તે કાળે અતુલ આનંદ ભગવતે. જે યુગમાં ધર્મ કરતાં ધનનું માન વધી જાય છે તે યુગ આત્મજીવન વિકસાવવામાં સહાયક થવાને બદલે વિઘાતક નીવડે છે, અર્થાત ધર્મનું બહુમાન એજ આત્માનું કે આત્મગુણનું બહુમાન છે, એ જેટલું વધારે કેળવાય તેટલે વહેલે આમા સુખી થઈ શકે છે, એ એક સુનિશ્ચિત અને સર્વમાન્ય હકીકત છે.
દીક્ષા-પ્રદાન–ભાગ્યવાન વૈદ્ય-ડોકટરની પાસે પ્રાયઃ સાજા થનારા દર્દીઓ આવે છે, અને નિર્ભાગીને પ્રાયમરનારા દર્દીઓ મળે છે; પુણ્યવંત વ્યાપારીને ત્યાં સારા-શાહુકાર ઘરાકો પોંચી જાય છે, અને નિષ્ણુણ્યકને પ્રાયઃ અનીતિમાન મળે છે; કાયલ આંબાને અને કાગડે લીમડાને પસંદ કરે છે વગેરે બધા જગતમાં આવી પરિસ્થિતિ વર્તે છે. દીક્ષા માટે પણ એકાન્ત નહિ તે મેટે ભાગે એ ન્યાય તે છે. યોગ્ય ગુરુઓને પ્રાયઃ એગ્ય આત્માઓને યોગ મળે છે. માટે જ