________________
દુહા.
નિર્લોભી ઋજુતા ધરે, લોભે નહિ મન શુદ્ધિ, દાવાનલપરે તેહને, સર્વ ગ્રહણની બુદ્ધિ. ૧ રાજપંથ સવિ વ્યસનને, સર્વ નાશ આધાર, પંડિત લોભને પરિહરે, આદર દીયે ગમાર. મેરા
ઢાળ ૪ થી શીલ સુરંગી રે મયણહા સતી–એ દેશી ચોથો મુનિવર ધર્મ એ જાણીયે મુત્તિ નામે અનૂપજી, લોભતણા જયથી એ સંપજે, નિર્લોભી મુનિ ભૂપજી,મમતા ન આણે રે મુનિ દિલ આપણે,મમતા દુર્ગતિ ગામીજી, મમતા સંગે સમતા નવિ મલે, છાયા તપ એક ઠામોજી, મમતા. ૧ લોભ જલધિ જલ લેહેરે ઊલટે, લોપે શુભગુણ દેશાજી, સેતુ કરી જે જહાં સંતોષને નવિ પસરે લવ લેશેજી, મમતા. મેરા દ્રવ્યાપકરણ દેહ મહિમપણું, અશન પાન પરિવારજી, ઇત્યાદિકની રેજે ઈહા ધરે, કેવલ લિંગ પ્રચારજી, મમતા. ૩ લાભાલાભે સુખ દુખ વેદના, જે ન કરે તિલ માત્રજી, ઉપશમ ઉદય તણે અનુભવ ગણે, જાણે સંયમ યાત્રજી, મમતા.