________________
૮૭
મણી ભડાર રે. આજ॰ ॥ ૪ ॥ હાથી દેવે સાથી દેવે, દેવે રથ તુખાર રે; હાર્ ચાર પીતાંબર દેવે, દેવે સવિ શણગાર રે. આજ॰ ॥ ૫॥ તિન લેકમે દિનકર પ્રગટચો, ઘર ધર માંગળ માલ રે; કેવલ કમલા રૂપ નિરંજન, આદીશ્વર દયાલ રે. આજના॥
प्रभातियुं
શ્રી ગૌતમ ગુરુ સમરીએ, ઊઠી ઊગતે સૂર, લબ્ધિના લીણા ગુણનીલા, દીઠે સુખ ભરપુર. શ્રી॰ ॥ ૧ ॥ ગૌતમ ગોત્રતણા ધણી, રૂપે અતિશય ભંડાર, અઠ્ઠાવીશ લબ્ધિના ધણી, શ્રી ગૌતમ ગણુધાર, શ્રી ॥ ૨ ॥ અમૃતમય અંગુઠંડા, વીએ પાત્ર માઝાર, ખીર ખાંડ ધૃત પુરીઆ, મુનિવર દાઢ હજાર. શ્રી॰ ॥ ૩ ॥ પહેલું મંગલ શ્રી વીરજી,મીનુ ગૌતમસ્વામ, ત્રીજું મંગલ સ્થૂલભદ્રનુ, ચેાથું ધનું ધ્યાન. શ્રી ॥ ૪ ॥ પ્રભાતે ઊઠી પ્રણમીએ, શ્રી જિનવર ભાણ; લબ્ધિવિજય ઉવઝાયના, પામે ક્રોડી કલ્યાણુ, શ્રી ॥ ૫ ॥