________________
૪૮ श्री गिरनारजीनी स्तुति શ્રી ગિરનાર શિખર શણગાર, રાજીમતી હૈડાને હાર, જિનવર નેમિકુમાર, પૂર્ણ કરુણ રસ ભંડાર, ઉગાર્યો પશુઆં અંબાર, સમુદ્રવિજય મલ્હાર, મેર કરે મધુરા કિંકાર, વિચે વિચે કોયલના ટહુકાર, સહસ ગમે સહકાર, સહસાવનમેં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવળસાર, પહોચ્યા મુગતિ મઝાર છે ૧સિદ્ધિગિરિ એ તીરથસાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકૂટ વૈભાર, સુવર્ણગિરિ સંમેતશિખર શ્રીકાર, નંદીશ્વર વરદ્વીપ ઉદાર,જિહાં બાવન વિહાર, કુંડલ રૂચક ને ઇષકાર, શાશ્વતાં અશાશ્વતાં ચૈત્યવિચાર, અવર અનેક પ્રકાર, કુમતિ વયણે મને ભૂલ ગમાર, તીરથે ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે જુહાર છે ૨ પ્રગટ છટ્ઠ અંગે વખાણી, દ્રોપદી પાંડવની પટરાણી, પૂજા જિનપ્રતિમાની, વિધિશું કીધી ઉલટ આણી,નારદ મિથ્યા દષ્ટિ અન્નાણી, છાંડ્યા તે અવિરતિ જાણી, શ્રાવક કુલની એ સહીનાણી, સમકિત આલાવે આખાણી, સાતમે અંગે વખાણી, પૂજનીક જિન પ્રતિમા અંકાણી, ઈમ અનેક આગમની વાણી, શ્રુત સુણજે ભવિ પ્રાણી વા કટીકટીમેખલા ઘુઘરીયાળી, પાયે નૂપુર