________________
ચાર કીધી વળી; સેવ્યા પાંચ પ્રમાદ ઈષ્ટ વિગ પાડયા ઘણ, કયા રૂદન વિષવાદ. તે ૨૭. સાધુ અને શ્રાવક તણું, વ્રત લેઈને ભાંગ્યાં, મૂળ અને ઉત્તર તણું, મુજ દૂષણ લાગ્યાં. તે ૨૮. સાપ વીંછી સિંહ ચીવરા, શકરાને સમળી, હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે ૨૯. સૂવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા, જીવાણું ઢળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં. તે ૩૦. ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી
સિરૂં, તીણ શું પ્રતિબંધ. તે ૩૧. ભવ અનંત ભમતાં થકાં, કીધાં પરિગ્રહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી સિરું, તિણ શું પ્રતિ બંધ. તે ૩૨. ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ, તીણ, શું પ્રતિબંધ. તે ૩૩. ઈણિ પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, કરૂં જન્મ પવિત્ર. તે ૩૪. એણિ વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમય સુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે ૩૫. રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ, સમય સુંદર કહે પાપથી, છુટે તત્કાળ. તે ૩૬.