________________
- રર
ગુજીના વિલાપને દુહો સરસ્વતી સ્વામીને વિનવું, સદ્ગુરુને લાગું પાયરે,
- આંખડી આંસુ ભરી. પ્રાતઃસ્મરણ ઉઠ લીજીએ રે, શ્રી સદ્ગુરુકા નામ રે,
આંખડી આંસુ ભરી. (૧) સ્થંભનપુરની શિતળ છાયામાં, સ્વર્ગે ગયા ગુરુરાજ રે,
આંખડી આંસુ ભરી. (૨) ચિત્ર સુદ ત્રીજ છે કારમી, ગુરુજી ગયા દેવલેક રે,
આંખડી આંસુ ભરી. (૩) ત્રણ ત્રણ વરસ પુરા થયા પણ, ઘડીય ન વિસરુ ગુરુરાય રે,
આંખડી આંસુ ભરી. (૪) ઘણા ઉપકાર કર્યા ખંભાત શહેરમાં, કેમ કરી તે ભૂલાય રે,
આંખડી આંસુ ભરી. (૫) દેશદેશમાં વિહાર કરી ને, જ્ઞાનની ત જગાવીરે,
આંખડી આંસુ ભરી. (૬) સ્વપ્નામાં નિહાળી ઝબકીને જાગી, નજરે ના દેખું ગુરુરાય રે,
આંખડી આંસુ ભરી. (૭) આપના જવાથી બેટ પડી સંઘમાં, સમુદાય સૂને થાય,
આંખડી આંસુ ભરી. (૮) બંને ગુરુજી સ્વર્ગે જવાથી, અમ આધાર તુટી જાય,
* આંખડી આંસુ ભરી. (૯)