________________
૨૯૩
જનને કુણ દેશે એવી દેશના જાણિ નિજ નિવારણ નવરસરે નવસરે સોલ પહોર દિયે દેશનારે. ૨૨ પ્રબલ પુન્ય ફલ સંસુચક સહામણું રે, અઝયણું પણપજ કહિયારે કહિયારે મહિયાં સુખ સાંભલિ હેરે. ૨૩ પ્રબલ પાપ ફલ અયણ તિમ તેટલાંરે, અણુ પુછયા છત્રીસ સુણતાંરે સુણતારે ભણતાં સવિ સુખ સંપજેરે. ૨૪ પુણ્ય પાલ રાજા તિહાં ધર્મ કથાંતરેરે, કહે પ્રભુ પ્રત્યક્ષ દેવ; મુજનેરે (૨) સુપન અર્થ સવિ સાચલેરે. ૨૫ ગજ' વાનર ખીર દમ વાયસ સિંહ ઘડરે કમલબીજ ઈમ આઠ, દેખિરે (૨) સુપન સભય મુઝ મન હરે. ૨૬ ઉપર બિજ કમલ અસ્થાનકે સિંહનુંરે, જીવ રહિત શરીરનું સેવનરે (૨) કુંભ મલિન એ શું ઘટે રે. ૨૭ વીર ભણે ભુપાલ સુણો મન થીર કરીને, સુમિણ અથ સુવિચાર, હૈડે રે (૨) ધર ધર્મ ધુરંધરૂ. ૨૮.
હાલ ૪
શ્રાવક સિંધુર સારિખા, જનમતના રાગી, ત્યાગી સહ ગુરૂ દેવધર્મ, તત્વે મતિ જાગિ, વિનય વિવેક વિચારવંત, પ્રવચન ગુણ પૂરા, એહવા શ્રાવક હેયસે, મતિમંત સનુરા ૨૯ લાલચે લાગા થડિલેં, સુખેં રાચિ રહિયા, ઘરવાસે આશા અમર, પરમારથ દૂહિયા; વ્રત વયરાગ થકી નહિ, કઈ લેશે પ્રાયે, ગજ સુપને ફલ એહ, નેહ નવિ માંહેમાંહે. ૩૦ વાનર ચંચલ ચપલ જતિ, સરખા મુનિ મેટા,