________________
લઈ ને ખંભાત આવ્યા ને તે ચોમાસામાં ધનશ્રીની પણ તબિયત બગડી અને ચોમાસું ઉતરે માગસર સુદ છઠે કાળધર્મ પામ્યા. તે પછી તેજ સાલમાં ચંદન શ્રીજી મ.ની મગજ શક્તિ ધીમે ધીમે ઓછી થતી ગઈ. પણ ખબર ન પડી ને એકાએક મહા વદી ચોથના દિવસે સાંજે એકદમ ભાન જતું રહ્યું, તે એક કલાકે પાછું આવ્યું. તે પછી છઠને દિવસે સાંજે સાડા પાંચ વાગે એકદમ ભાન જતું રહ્યું અને તેથી શ્રાવકે બધા ભેગા થઈ ગયા. બાહ્ય ઉપચાર, ઇંજેકશન, વગેરે અપાવ્યાં પણ તેમને તે ભાન આવ્યુંજ નહિ. તેઓશ્રી તે સાજા હતા ત્યારે પણ કહેતા હતા કે મને દાક્તરની દવા કે ઇંજેકશન કાંઈ કરશેજ નહિ. ભાન આવવાની આશાએ ઇજેકશન અપાવ્યા, પણ તેમને ભાન આવ્યું નહિ. પિતાની મેળે તે બેલતા હતા અને ગુરૂદેવનું સ્મરણ કરતા હતા. જ્યારે તેઓશ્રી બેસે ત્યારે ગુરૂદેવનું જ નામ હોય, પણ કેઈને ઓળખતા ન હતા. એમ દેઢ મહીનાની માંદગી ભેગવી, અનાજ પાણી બંધ થઈ ગયા. આપણે દયાથી પરાણે પાણે મૂકીએ તે પણ તેમની ઈચ્છા હોય તે ઉતારે. આવા પ્રકારની માંદગી તે પૂર્વભવ બાંધેલા કમ તે અવસરે ઉદય થઈને આવા પુનિત આત્માને પણ ઘેરી લીધા અને ચૈત્ર સુદ ત્રીજના રાત્રે ૮૧ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને કાળધર્મ પામ્યા. શાન્તિને સમાધિપૂર્વક દેહને અંત થયે. તેમના કાળધર્મથી તેમના શિષ્ય સમુદાયમાં તથા શ્રી સંઘમાં ઘણુજ ખામી પડી ગઈ છે ને પ્રીતિશ્રીજી તે