________________
૧૮
ચતુવિઘ સંઘ ભેગે થયે હતું તે કારણથી અમદાવાદ આવ્યા પછી ઓચ્છવ પૂરે થયે વિહાર કરી ખંભાત પધાર્યા. તે ૧૯૯૬-૯૭નું ચોમાસું ખંભાતમાં થયું ત્યાં મુક્તિશ્રીજી મહોદયશ્રી આદિ ચાર ઠાણું ખંભાત આવ્યાને ચારિત્રશ્રીજીની તબિયત બગડી ગઈને આઠ વર્ષ દીક્ષા પર્યાય પાળીને અંત સમય સુધી નમસકાર મંત્ર તથા સર્વ જીવેને ખામણુ કરતા કસ્તા કાલધર્મ પામી ગયા. તે પછી શેઠ ઝવેરી દલપતભાઈને ત્યાં ઉજમણું હતું ત્યાં સુધી રોકાયા. પછી તે ઠાણ વિહાર કરી ગયાને મહારાજને પગમાં વાનું દરદ હતું, તેથી વિહાર થાય તેમ ન હતું, તેથી પાછળના માસા ૯૭-૯૮-૯ ૨૦૦૦-૧-૨-૩-૪ની સાલનાં ચોમાસાં ખંભાતજ થયાં. ૨૦૦૬ની સાલમાં દયાશ્રીજી પણ અચાનક બે દિવસની બિમારીથી સમાધિપૂર્વક નમસ્કારમંત્રના સ્મરણ સાથે કાળધર્મ પામ્યા. પછી ૨૦૦૬ અને ૨૦૦૭નાં ચોમાસાં ખંભાત કર્યા. તે ચોમાસામાં મહારાજની નિશ્રામાં મહોદયશ્રી તથા કંચનશ્રીજીએ સિદ્ધિ તપ કર્યો હતો તે નિમીતે અઠ્ઠાઈ ઓછા થયા હતા. તે પછી ૨૦૦૮નું ચેમાસું થયું તે સાલમાં ઝવેરી ઉમેદચંદભાઈ એ ગુરૂદેવની મૂર્તિ દહેરાસરમાં નવીન કરાવીને પધરાવી. તે પછી ૨૦૦૯ અને ૨૦૧૦ની સાલનાં ચેમાસાં ખંભાત થયાં ૨૦૧૦ ની સાલમાં થાણું નિવાસી જેઠાભાઈની સુપુત્રી હીરાબેનની દીક્ષા જેઠ સુદ ૧૦ના થઈને મહદયશ્રીની શિષ્યા હર્ષપ્રભાશ્રી તરીકે જાહેર કર્યા પછી વિહાર કરતાં કરતાં ધનશ્રીજીને સાથે